અમારા વિશે
ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેરિયર ફાઉન્ડેશન (DICF)
એક વિચાર નો ઉદ્દભવ.
હીરા ઉદ્યોગ મા કારમી મંદી ના કાળ મા જ્યારે બેકાર બનેલા રત્ન કલાકારો ને જોઈ ને jem and jewellery ગ્રુપ સાથે સંકળાયેલા ભાવિ ભારતીયો નું દિલ દ્રવિ ઉઠયું, એમને લાગ્યું કે જે ઉદ્યોગ થી પોતે નામ- દામ કમાયા છે તે ઉદ્યોગ ના કારીગર વર્ગ ની આવી હાલત? એમના મનમાં ઉદભવેલા આ પ્રશ્ન એ એક નવા વિચાર નો ઉદ્દભવ થયો અને નક્કી કર્યું કે વતન ના રત્ન કલાકારો માટે કૈંક કરવું જોઈએ.
અમેરિકા ટીમ ના સભ્યો જ્યારે ભારત આવ્યા ત્યારે એક મીટિંગ મળી, જેમાં હીરા ઉદ્યોગ ના સેવાભાવી સભ્યો મળ્યા અને Diamond industry career foundation ( DICF) નામ ના સંગઠન ની સ્થાપના થઇ. મીટિંગ મા હાજર સભ્યો એ સહર્ષ પોતાની આવડત અને અનુકૂળતા મુજબ ની જવાબદારી સ્વીકારી લીધી. આમ એક ઉમદા કાર્ય થી પ્રેરણા લઈ ને એક નવો વિચાર સંસ્થા સ્વરૂપ મા મૂર્તિમંત બન્યો.
એક નેક કાર્ય ની પ્રેરણા થકી આજે વિશાળ ફલક પર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા દુઃખી, મજબૂર વર્ગ ની હુંફ બની ને DICF વટવૃક્ષ બન્યું છે.
Foundation નો ઉદ્દેશ પહેલા થી એક જ હતો કે આપણે પારદર્શક વહીવટ થી ground level એ જઈ ને ઘરે ઘરે સર્વે કરી ને એમાં થી જરૂર કરતા વધારે જરૂરિયાત વાળા પરિવાર ને સહાય ની જરૂર છે તેમને સહાય પહોંચાવી.
અમારા પ્રયત્નો
DICF આ રીતે લોકોને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે.
Given The Job
DICF દ્વારા એક ઘર માં એક થી વધારે રોજગારી મળે એ પ્રાર્થના ના ભાગરૂપે મહિલા અને બાળકો ને પોતાની રુચિ મુજબ મનપસંદ વિષય માં અલગ અલગ પ્રકાર ના ફ્રી મા ક્લાસ શિખવાડવામા આવે છે જે થી આ ક્લાસ ની ટ્રેનિંગ લેને વિષય તેના સગર્ભાના થાળા બની માટે એવી ભાવના સાથે DICF પરિવાર આ અભિયાન ને આગલ લઈ જય રહ્યુ છે..અમે જરૂરિયાતમંદ લોકોને ડાયમંડ જોબ વર્ક માટે મદદ કરીએ છીએ. અમે લોકડાઉન પહેલા ને લોકડાઉન પછી 700 થી વધારે લોકો ને નોકરી શોધવા મા મદદ કરી છે.
Food Kit Help
અમે જરૂરિયાતમંદ લોકોને ફૂડ કિટ્સનું વિતરણ કરીએ છીએ જે 5 - 6 મહિના સુધી ચાલે છે જેની કિંમત 10,000 થી 35,000 છે અમે અત્યાર સુધી 50 લાખ રૂપિયા થી વધારે ફૂડ કિટ્સનું વિતરણ કર્યું છે.
Medical Camp
અવાર નવાર ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરીયે છીએ અને આ મેડિકલ કેમ્પ દ્વારા હજારો લોકો ની સારવાર કરીએ છીએ.
School Fees Waived
GJEPC સાથે સહયોગ કરીને, રત્નકલાકરના 400 થી વધારે બાળકોની શાળાની ફી માફ કરવામાં આવી છે.