અમારા વિશે

ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેરિયર ફાઉન્ડેશન (DICF)

     એક વિચાર નો ઉદ્દભવ.
હીરા ઉદ્યોગ મા કારમી મંદી ના કાળ મા જ્યારે બેકાર બનેલા રત્ન કલાકારો ને જોઈ ને jem and jewellery ગ્રુપ સાથે સંકળાયેલા ભાવિ ભારતીયો નું દિલ દ્રવિ ઉઠયું, એમને લાગ્યું કે જે ઉદ્યોગ થી પોતે નામ- દામ કમાયા છે તે ઉદ્યોગ ના કારીગર વર્ગ ની આવી હાલત? એમના મનમાં ઉદભવેલા આ પ્રશ્ન એ એક નવા વિચાર નો ઉદ્દભવ થયો અને નક્કી કર્યું કે વતન ના રત્ન કલાકારો માટે કૈંક કરવું જોઈએ.

અમેરિકા ટીમ ના સભ્યો જ્યારે ભારત આવ્યા ત્યારે એક મીટિંગ મળી, જેમાં હીરા ઉદ્યોગ ના સેવાભાવી સભ્યો મળ્યા અને Diamond industry career foundation ( DICF) નામ ના સંગઠન ની સ્થાપના થઇ. મીટિંગ મા હાજર સભ્યો એ સહર્ષ પોતાની આવડત અને અનુકૂળતા મુજબ ની જવાબદારી સ્વીકારી લીધી. આમ એક ઉમદા કાર્ય થી પ્રેરણા લઈ ને એક નવો વિચાર સંસ્થા સ્વરૂપ મા મૂર્તિમંત બન્યો.

એક નેક કાર્ય ની પ્રેરણા થકી આજે વિશાળ ફલક પર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા દુઃખી, મજબૂર વર્ગ ની હુંફ બની ને DICF વટવૃક્ષ બન્યું છે.

Foundation નો ઉદ્દેશ પહેલા થી એક જ હતો કે આપણે પારદર્શક વહીવટ થી ground level એ જઈ ને ઘરે ઘરે સર્વે કરી ને એમાં થી જરૂર કરતા વધારે જરૂરિયાત વાળા પરિવાર ને સહાય ની જરૂર છે તેમને સહાય પહોંચાવી.

 

DICF એટલે…
1- હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા જરૂરિયાતમંદ પરિવારો ને મદદરૂપ થાતું સંગઠન.
 2- ફ્રી મેડિકલ કેમ્પ/ બ્લડ ડોનેશન કેમ્પ.
3- જોબ પોર્ટલ અને જોબ upgradation.
4- ઉદ્યોગ ના સંકટ સમયે સભ્યો ને અનાજ કરિયાણાની કીટ નું વિતરણ.
5- શૈક્ષણિક સહાય/ માહિતી.
6- DICF સહાય/ બેનિફિટ કાર્ડ.
7- DICF computer education.
8- કોરોના મા મૃત્યુ પામેલ વ્યક્તિ ના પરિવાર ને બનતી મદદ.
9- સરકારી યોજના ની માહિતી સાથે ઉદ્યોગ ને લગતા પ્રશ્નો નું સચોટ નિરાકરણ લાવવું.
10- હીરા ઉદ્યોગ મા ગ્રાઉંડ લેવલે આવતી સમસ્યાઓ ને સચોટ રજૂઆત કરી ને નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવા.
11- હીરા ઉદ્યોગ ના exhibition મા ભાગ લઈ લોક જાગૃતિ દ્વારા સૌ ને માહિતગાર કરવા.
12- મહિલાઓ આત્મનિર્ભર બને એ હેતુથી વિના મૂલ્યે exhibition દ્વારા આયોજન થી માંડીને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી મહિલા સશક્તિકરણ મા ભાગીદાર.
13- હીરા ઉદ્યોગ મા રહેલા જરૂરિયાતમંદ પરિવારો ની મહિલાઓ અને યુવતીઓ ની સ્કીલ ને યોગ્ય પ્લેટફોર્મ મળે એ હેતુથી વિવિધ કોર્સ વિના મૂલ્યે શીખવવા.
14- દીકરીઓ ને સ્વરક્ષણ તાલીમ, માર્શલ આર્ટ, કરાટે ક્લાસ.
15- અંગ્રેજી ભાષા ની તાલીમ.

અમારા પ્રયત્નો

DICF આ રીતે લોકોને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે.

Food Kit Help

અમે જરૂરિયાતમંદ લોકોને ફૂડ કિટ્સનું વિતરણ કરીએ છીએ જે 5 - 6 મહિના સુધી ચાલે છે જેની કિંમત 10,000 થી 35,000 છે અમે અત્યાર સુધી 50 લાખ રૂપિયાની ફૂડ કિટ્સનું વિતરણ કર્યું છે.

School Fees Waived

GJEPC સાથે સહયોગ કરીને, રત્નકલાકરના 227 બાળકોની શાળાની ફી માફ કરવામાં આવી હતી.

Medical Camp

અમે 2 ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું અને આ મેડિકલ કેમ્પમાં અમે 1100 લોકોની સારવાર કરી.

Given The Job

અમે જરૂરિયાતમંદ લોકોને તેમની નોકરી શોધવામાં મદદ કરીએ છીએ. અમે ડાયમંડ જોબ વર્ક માટે એકબીજાને મદદ કરીએ છીએ. અમે લોકડાઉન પહેલા 123 લોકોને તેમની નોકરી શોધવામાં મદદ કરી અને લોકડાઉન પછી અમે 26 લોકોને તેમની નોકરી શોધવામાં મદદ કરી.

કેટલાક સારા કારણો

ચાલો આપણા હીરા ઉદ્યોગને વધુ સારું બનાવવા માટે સાથે મળીને કામ કરીએ.

0
Food Kit
0
Free School
0
Jobs
0
Medical Checkups

Our Campaign